આજના ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓને માત્ર પુસ્તક આધારિત શિક્ષણ કરતાં ઇન્ટરેક્ટિવ અને ગેઇમ આધારિત શીખવાની પદ્ધતિ વધુ અસરકારક સાબિત થઈ રહી છે. આ વિચાર સાથે બનાવવામાં આવેલી “Shopping With Questions” એક એવી વેબએપ છે, જેમાં વિદ્યાર્થીઓ રમતાં રમતાં ગણિતના મૂળભૂત સિદ્ધાંતો શીખી શકે છે અને વ્યવહારુ જ્ઞાનમાં વધારો થાય છે.
🛍️ Shopping with Questions ગેઇમ શું છે?
આ ગેઇમમાં વિદ્યાર્થીને એક ઓનલાઇન ખરીદી કરવા માટે એક પ્લેટફોર્મ પુરુ પાડવામાં આવે છે પણ પહેલા બાળકે પ્રશ્નોના જવાબ આપવા પડશે પછી જવાબ સાચો પડશે તો તેના વોલેટમાં પૈસા જમા થશે અને તે પૈસાની મદદથી બાળક વસ્તુની ખરીદી કરી શકશે. આ ગેઇમ રમવા માટે થોડા નિયમો પણ છે જે આપણે આગળના પેરેગ્રાફમાં જોઇશુ.
📋 રમત રમવાના નિયમો
|
નિયમ |
શું
કરવું જોઈએ |
|
1. |
પહેલા સ્તર પસંદ કરો, પછી જ પ્રશ્ન આવશે |
|
2. |
સાચો જવાબ આપશો ત્યારે જ રૂપિયા મળશે |
|
3. |
સ્કિપ બટનથી તમે પ્રશ્ન બદલી શકો |
|
4. |
રૂપિયા પૂરતા નહિ હોય તો વસ્તુ ખરીદી શકાશે નહીં |
|
5. |
ખરીદેલી વસ્તુઓની સંખ્યા યાદીમાં દેખાશે |
|
6. |
Reset બટન દબાવવાથી આખી ગેમ ફરીથી
શરૂ થશે |
પહેલા ગણિતનો
પ્રશ્ન ઉકેલો
·
સરળ / મધ્યમ / કઠિન સ્તર
પસંદ કરો
·
સ્ક્રીન પર દેખાતો ગણિતનો પ્રશ્ન ઉકેલી જવાબ લખો
·
ચેક કરો બટન દબાવો
✔ સાચો જવાબ ⇒ 💰 વોલેટમાં રૂપિયા ઉમેરાશે
❌ ખોટો જવાબ ⇒ streak ફરીથી 0
ખરીદી માટે પૈસા(wallet) ભેગા કરો
·
દરેક સાચા જવાબ માટે રૂપિયા ઉમેરાય:
|
સ્તર |
રુપીયા |
|
સરળ |
+₹5 |
|
મધ્યમ |
+₹10 |
|
કઠિન |
+₹20 |
·
3 સતત સાચા જવાબે ₹10 બોનસ પણ મળે! 🎁
(સ્ટ્રીક ગણતરી ઉપર જમણી બાજુ દેખાય છે)
ભેગા કરેલા રૂપિયામાં વસ્તુઓ ખરીદો
·
નીચે દેખાતી વસ્તુમાંથી પસંદ કરો:
(✏️ પેન્સિલ, ⚽
બોલ, 📘 પુસ્તક વગેરે)
·
દરેકની આગળ કિંમત લખેલી છે
·
પૈસા પૂરતા હોય ત્યારે 👉 ખરીદો બટન
ક્લિક કરો
- વસ્તુ યાદી માં ઉમેરાશે
· સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારનો અભ્યાસ
· પૈસા નું બજેટ મેનેજમેન્ટ
· સતત સાચા જવાબ માટે ઉત્સાહ
·
ગણતરીની ગતિ અને ચોકસાઈમાં સુધારો
🏆 રમતમાં આગળ કેમ વધવુ ?
·
આ ગેમમાં ફિક્સ “ટાર્ગેટ” નથી.
·
અહી વસ્તુની ખરીદી કરવા માટે પહેલા પૈસા કમાવવા પડે.
·
જેટલા પૈસા છે તેટલું જ
શોપિંગ કરી શકાય.
શિક્ષક / વાલી ચેલેન્જ આપી શકે: જેમ કે.....
·
"₹100 ખર્ચા થાય ત્યાં સુધી
રમો"
·
"ટેડી ટોય + બોલ ખરીદીને
બતાવો"
· "10 વસ્તુ ખરીદીને બતાવો"

