આજના ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓને માત્ર પુસ્તક આધારિત શિક્ષણ કરતાં ઇન્ટરેક્ટિવ અને ગેઇમ આધારિત શીખવાની પદ્ધતિ વધુ અસરકારક સાબિત થઈ રહી છે. આ વિચાર સાથે બનાવવામાં આવેલી “ટાર્ગેટ શોપિંગ ગેમ” એક એવી વેબએપ છે, જેમાં વિદ્યાર્થીઓ રમતાં રમતાં ગણિતના મૂળભૂત સિદ્ધાંતો શીખી શકે છે અને વ્યવહારુ જ્ઞાનમાં વધારો થાય છે.
🛍️ ટાર્ગેટ શોપિંગ ગેઇમ શું છે?
ટાર્ગેટ શોપિંગ ગેમ એક ગેમ આધારિત લર્નિંગ વેબએપ છે, જેમાં વિદ્યાર્થીને એક નિશ્ચિત રકમ (Target Amount) આપવામાં આવે છે. ત્યારબાદ વિવિધ વસ્તુઓમાંથી યોગ્ય વસ્તુઓની ખરીદી કરવાની હોય છે, તેમણે કરેલ કુલ ખરીદીની રકમ રકમ ટાર્ગેટ રકમ જેટલી બનાવવાની ચેલેન્જ હોય છે.
વિદ્યાર્થીએ ખરીદેલી દરેક વસ્તુની કિંમત ઉમેરાતી જાય છે અને જો કુલ રકમ ટાર્ગેટ જેટલી બને, તો વિદ્યાર્થી વિજેતા બને છે.
- ગેમ શરૂ થતાં જ વિદ્યાર્થીને એક રેન્ડમ ટાર્ગેટ રકમ આપવામાં આવે છે (જેમ કે ₹120, ₹350, ₹780 વગેરે).
- સ્ક્રીન પર વિવિધ વસ્તુઓ (રમકડાં, ચોકલેટ, સ્કૂલ બેગ, બોલ વગેરે) તેમની કિંમત સાથે દર્શાવવામાં આવે છે.
- વિદ્યાર્થી ઇચ્છિત વસ્તુઓને કાર્ટમાં ઉમેરે છે.
- કાર્ટમાં ઉમેરાતી દરેક વસ્તુ સાથે કુલ કિંમત આપમેળે ગણાય છે.
- ✔️ ટાર્ગેટ જેટલી થાય → અભિનંદન આપવામાં આવે છે.
- ❌ ટાર્ગેટ કરતાં વધી જાય → વિદ્યાર્થીને ફરી વિચારવું પડે છે.
- ટાર્ગેટ પૂર્ણ કરવા માટે લીધેલો સમય પણ બતાવવામાં આવે છે, જેનાથી ગતિ અને ચોકસાઈ બંનેમાં સુધારો થાય છે.
ચાલો, આજે જ તમારા વિદ્યાર્થીઓ અથવા બાળકો સાથે આ ગેમ રમો અને જુઓ કે કોણ સૌથી ઝડપી ટાર્ગેટ પૂરો કરે છે!
👉 રમતાં રમતાં શીખો – આ જ સાચું સ્માર્ટ લર્નિંગ!

