મુખ્યમંત્રીશ્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા-2024-25
ધોરણ- ૧ થી ૮માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમા સળંગ અભ્યાસ કરી ધોરણ-૮નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેમજ બાળકોનો મફત અને ફરજીયાત' શિક્ષણનો અધિકાર અધિનિયમ, ૨૦૦૯ (RTE Act, 2009) અને તે હેઠળ રચાયેલા બાળકોનો મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર નિયમો, ૨૦૧૨ અન્વયે ૬ થી ૧૪ વર્ષના નબળા વર્ગોના અને વંચિત જૂથના બાળકોને સ્વનિર્ભર શાળાઓમાં વર્ગની સંખ્યાના ૨૫%ની મર્યાદામાં મફત શિક્ષણની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ-૧માં પ્રવેશ મેળવીને ધોરણ-૮ સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી તેજસ્વી વિદ્યાર્થીઓને મેરીટના ધોરણે સરકારી/ગ્રાન્ટેડ અથવા નિયત ધારા ધોરણ મુજબ મુજબ પસંદ થયેલ સ્વનિર્ભર શાળાઓ પૈકીની માધ્યમિક શાળાઓમાં ધોરણ-૯ માં પ્રવેશ મેળવી ધોરણ-૧૨ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ગુજરાત રાજયના ૨૫,૦૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે પસંદ કરીને તેમને ધોરણ-૯ થી ૧૨ સુધીના અભ્યાસ માટે સ્કોલરશીપ આપવા 'માન.મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કૉલરશીપ યોજના' અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના અન્વયે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા -મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા ” નીચેની વિગતે યોજવામાં આવશે.
કસોટીમાં બેસવા માટેની પાત્રતા :
a) સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ થી ૮ નો સળંગ અભ્યાસ કરી ધોરણ-૮માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય, તેવા આવકની મર્યાદા ધ્યાને લીધા વગર તમામ વિદ્યાર્થીઓ
અથવા
b) આરટીઈ એકટ ૨૦૦૯ની કલમ ૧૨(૧) (સી) ની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ૨૫%ની મર્યાદામાં ધોરણ-૧ માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ કે જેઓ ધોરણ-૮માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય અને જેઓના વાલીની આવક જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા વખતે આરટીઈ એકટ ૨૦૦૯ ની કલમ ૧૨(૧)(સી) હેઠળ પ્રવેશ માટે નિયત થયેલ આવક મર્યાદા કરતા વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે.
પરીક્ષા ફીઃ-
મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા માટે કોઇપણ ફી રહેશે નહી.
કસોટીનું માળખુ:
આ પરીક્ષા બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની (Multiple Choice Question-MCQ Based) રહેશે.
આ પરીક્ષાનું પ્રશ્નપત્ર ૧૨૦ ગુણનું તથા સમય ૧૫૦ મિનિટનો રહેશે.
પરીક્ષાનું માધ્યમ ગુજરાતી/અંગ્રેજી ભાષામાં રહેશે.
પરીક્ષામાં નીચે મુજબના વિષય તથા ગુણભાર રહેશે.
Study Material: Click Here
Official Notification: Click Here
Official website: Click Here
Apply Online : Click Here
ભાટીયા સુનીલ અરસીભાઈ
ReplyDeleteMer. Rahul. Ramesh. Bhai
DeleteMer. Rahul. Ramesh. Bhai
Delete