સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ-૧ થી ૫ અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ફકત રક્ષાશક્તિ સ્કુલ્સ (25 % બેઠકો) અને મોડેલ સ્કુલ્સમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) ના મેરીટના આધારે ધોરણ-૬માં પ્રવેશ આપવામાં આવશે.
ઉપરોકત તમામ શાળાઓમાં ધોરણ-૬માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ માટે એક કોમન એન્ટ્રન્સ ટેસ્ટ યોજવાનું આયોજન કરવામાં આવેલ છે. જેનો કાર્યક્રમ નીચે મુજબ છે.
પરીક્ષા માટેની યોગ્યતાઃ-
સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ ૧ થી ૫નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ (જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ, મોડેલ સ્કુલ્સ અને રક્ષાશક્તિ સ્કુલ્સમાં ધોરણ-૬માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપી શકશે. આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરીટના આધારે ઉપરોકત શાળાઓમાં ધોરણ-૬માં પ્રવેશ તથા મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ આપવામાં આવશે.
સ્વનિર્ભર/ખાનગી શાળાઓના ધોરણ-પનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ ફકત રક્ષાશક્તિ સ્કુલ્સ (25 % બેઠકોની મર્યાદામાં) અને મોડેલ સ્કુલ્સના ધોરણ-૬ના પ્રવેશ માટે આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપી શકાશે. આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરીટના આધારે આ શાળાઓમાં (રક્ષાશક્તિ અને મોડેલ સ્કુલ્સ) ધોરણ-૬માં પ્રવેશ આપવામાં આવશે.
કસોટીનું માળખુઃ-
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની (Multiple Choice Question- MCQ Based) રહેશે.
કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું પ્રશ્નપત્ર ૧૨૦ ગુણનું તથા સમય ૧૫૦ મિનિટનો રહેશે.
કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું માધ્યમ ગુજરાતી/અંગ્રેજી ભાષામાં રહેશે.
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ધોરણ-પના અભ્યાસક્રમ પર રહેશે. જેમાં ગણિત, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને પર્યાવરણ વિષય તથા તાર્કિક તર્ક ક્ષમતા કસોટી અને સામાન્ય જ્ઞાન વિષય આધારિત પ્રશ્નો રહેશે.
કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં નીચે મુજબના વિષય તથા ગુણભાર રહેશે.
અગત્યની સુચનાઓ-
- આ પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ જ માન્ય રહેશે.
- મેરીટ મુજબ જ બાળકોને પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ આપવામાં આવશે.
- પરીક્ષા સંબંધી વિગતોથી સતત માહિતગાર થવા માટે http://www.sebexam.org વેબસાઈટ જોતા રહેવાનું રહેશે.
- સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના બાળકો માટે સમગ્ર શિક્ષા કચેરીના ઓનલાઇન પોર્ટલ www.schoolattendancegujarat.in પર થી તથા ખાનગી શાળાના બાળકો http://www.sebexam.org વેબસાઇટ પરથી આ પ્રવેશ પરીક્ષાના આવેદન પત્રો ઓનલાઇન ભરી શકાશે.
Official Notification: Click Here
Official website: Click Here
Apply Online : Click Here Official Notification: Click Here