તમે અમારા YouTube ચેનલ પર વિડીયો જોઈ શકો છો.
અમને આશા છે કે તમને આ વિડીયો ગમશે!
આ બ્લોગ પોસ્ટ શેર કરીને તમારા મીત્રોને પણ જણાવો.
ભારતનો રાષ્ટ્રધ્વજ આપણા દેશની ઓળખ અને ગૌરવનું પ્રતિક છે. આ ધ્વજ માત્ર કાપડનો ટુકડો નથી, પરંતુ તે દેશના ઈતિહાસ, સંસ્કૃતિ, અને સંઘર્ષનું પ્રતિબિંબ છે. રાષ્ટ્રધ્વજને "તિરંગા" તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ છે ત્રણ રંગોવાળો ધ્વજ. 22 જુલાઈ 1947ના રોજ બંધારણ સભા દ્વારા આ ધ્વજને સ્વીકારવામાં આવ્યો હતો, અને 15 ઓગસ્ટ 1947ના રોજ, ભારતના સ્વાતંત્ર્ય દિવસ પર પ્રથમ વખત આ ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો.
ભારતના રાષ્ટ્રધ્વજનું મહત્વ માત્ર તેના રંગો અને ચક્રમાં જ સમાયેલું નથી, પરંતુ તે દેશની એકતા, અખંડિતતા અને ગૌરવના મર્મને પણ વ્યક્ત કરે છે. દેશના દરેક નાગરિક માટે આ ધ્વજ એક પ્રેરણા છે. તે આપણને યાદ અપાવે છે કે દેશની સ્વતંત્રતામાં આપણા પૂર્વજો નો ઘણો બધો ત્યાગ છે, અને આપણે તેને સન્માન અાપવું જોઈએ. ધ્વજ લહેરાવવો તે માત્ર એક રિવાજ નથી, પરંતુ તે આપણો દેશપ્રેમ, આપણા દેશ માટેનો આદર અને આપણા દેશની પ્રતિબદ્ધતા દર્શાવતું પ્રતિક છે.