GPSSB Junior Clerk Call Letter 2023
GPSSB Junior Clerk Exam Date 2023:- જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ 2023 જાહેર કરવામાં આવી .જાહેરાત ક્રમાંક 12/2021-2022 પંચાયત વિભાગ સેવા પસંદગી મંડળ ગાંધીનગર ગુજરાતની જુનિયર કલાર્ક પરીક્ષા Gpssb Junior Clerk Exam ની તૈયારી કરતા ઉમેદવારો માટે આનંદ ના સમાચાર એ છે કે અગાઉ 29-01-23 ની રદ થયેલી જુનિયર ક્લાર્ક પરીક્ષા ની નવી તારીખ જાહેર કરવામાં આવી છે.GPSSB Junior Clerk Call Letter 2023: જુનીયર ક્લાર્ક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 12/2021-22 જુનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 09 એપ્રિલ 2023ના રોજ યોજવામાં આવનાર છે. ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in ઉપર જઈને કોલ લેટર ડાઉનલોડ કરવાના રહેશે.
ગુજરાત જુનિયર ક્લાર્ક પરીક્ષા અભ્યાસક્રમ 2023
જુનિયર ક્લાર્કની પોસ્ટ સામેની લેખિત પરીક્ષામાં દરેક 1 માર્કના કુલ 100 પ્રશ્નો પૂછવામાં આવનાર છે. ઉમેદવારોને જાણ કરવામાં આવે છે કે પ્રશ્નોની મહત્તમ સંખ્યાને સ્પર્શ કરવાનો કુલ સમયગાળો માત્ર 1 કલાકનો રહેશે.
વિષય | ગુણ |
સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન | 50 |
ગુજરાતી ભાષા અને વ્યાકરણ | 20 |
અંગ્રેજી ભાષા અને વ્યાકરણ | 20 |
સામાન્ય ગણિત | 10 |
કુલ ગુણ | 100 |
GPSSB Junior Clerk Call Letter 2023 ડાઉનલોડ કઈ રીતે કરવું ?
કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપની માર્ગદર્શન નીચે પ્રમાણે આપવામાં આવી છે.
- ગુજરાત OJAS ના અધિકૃત પોર્ટલની મુલાકાત લો- https://ojas.gujarat.gov.in/
- જાહેરાત પસંદ કરો.
- પોર્ટલના મુખ્ય વેબપેજ પર, “કોલ લેટર” ટેબ પર ક્લિક કરો.
- તમારી અરજીનો કન્ફર્મેશન નંબર (૮ આંકડાનો) અને જ્ન્મતારીખ નાખો.સ્ટેપ 4
- Ok બટન પર ક્લિક કરતાં પહેલા POPUP Blocker Off કરવું જરૂરી છે , જેથી Call Letter નવી Window માં ખુલશે.
- Printer Settings માં A4 Size & Portrait Layout સેટ કરવુ જેથી Call Letter ૨ પેજ માં આવે.
- કોલ લેટર ડાઉનલોડ કરો.
GPSSB Junior Clerk Call Letter 2023 અગત્યની સુચના :
- ઉમેદવારે કોલલેટર/પ્રવેશપત્ર ઉપરની તેમજ તેની પાછળ આપેલ સુચનાઓ ધ્યાનપૂર્વક વાંચી,તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
- ઉપરોકત રીતે ડાઉનલોડ કરેલ કોલલેટર પ્રવેશપત્રની પ્રિન્ટ નકલ સિવાય પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારને પ્રવેશ મળશે નહિ, તેની દરેક ઉમેદવારે ખાસ નોંધ લેવી.
- જનરલ કેટેગરીના ઉમેદવારો જેમણે પોસ્ટ ઓફીસમાં ફી ભરેલ હોય, તેમછતાં કોઇ કારણસર કોલલેટર ડાઉનલોડ ન થતો હોય તેવા ઉમેદવારોએ પરીક્ષા ફી ભર્યાના ચલણની અસલ નકલ ઓનલાઇન અરજીની પ્રિન્ટ, પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ અને ઉમેદવારનું કોઇ એક ફોટો ઓળખપત્ર સાથે મંડળની કચેરી ખાતે તા.07/04/2023 સુધીમાં (કચેરી કામકાજના દિવસે) રૂબરૂ સંપર્ક કરવો.
GPSSB Junior Clerk Call Letter 2023 અગત્યની લિન્ક
Tags:
account clerk class III
call letter
download
exam call letter
gpssb
gujarat panchayat
gujarat recrutment
jonior clerk