રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાત શુભેચ્છા મુલાકાત તથા રજુઆત
- આજે રોજ વિધાનસભાના એક દિવસીય સત્રમાં વિધાનસભા અધ્યક્ષ તરીકે ચૂંટાયેલ માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ નું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સન્માન કરવામાં આવ્યું.
- વિધાનસભા સંકુલ મા વિધાનસભા સત્ર દરમિયાન માનનીય શિક્ષણમંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર સાહેબ તથા રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરીયા સાહેબને મળી પ્રાથમિક તથા માધ્યમિક વિભાગના પ્રશ્નો ઝડપથી ઉકેલવા રજૂઆત કરી. પ્રશ્નોના ઉકેલ માટે માનનીય મંત્રીશ્રી દ્વારા યોગ્ય કરવા ખાતરી આપવામાં આવી.
- પ્રાથમિક વિભાગમાં તાલુકાના આન્તરીક બોન્ડ, એચ.ટાટ તથા અન્ય પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. જેમાં આગામી સમયમાં રૂબરૂ બેઠક કરી સકારાત્મક ઉકેલ લાવવામાં આવશે તેમ જણાવ્યું. આગામી સમયમાં ત્રણેય શિક્ષણ મંત્રીશ્રીઓ સાથેની સંગઠનના જીલ્લા સ્તરના હોદ્દેદારો ની ઉપસ્થિતીમા બેઠક યોજવાની ચર્ચા મંત્રીઓ સાથે કરવામાં આવી. ટૂંક સમયમાં બેઠક થશે. આગામી માસમાં ઓનલાઇન બદલી ઓર્ડર જનરેટ થવાની શક્યતા છે.
- માધ્યમિક વિભાગમાં પાંચ વર્ષની સળંગ નોકરી ગણવાના કેમ્પમાં વિસંગતતા બાબતે રજૂઆત કરતા સમગ્ર રાજ્યમાં એક સાથે આ પ્રક્રિયા ઝડપી, પારદર્શક રીતે પૂર્ણ થાય તે અંગે દરેક જિલ્લામાં સૂચના આપવામાં આવશે તેમ જણાવ્યું.
- બિનસરકારી અનુદાનિત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યની ભરતી તથા એચ.મૅટ પ્રમાણપત્ર ઉમેદવારને ઝડપથી આપવામાં આવે તે અંગે પણ રજૂઆત કરવામાં આવી.
- માન. નાણાં સચિવ શ્રી મિલિંદ તોરવણે સાહેબ સાથે ની મુલાકાત માં સાહેબે આગામી એક થી દોઢ મહિનામાં ૨૦૦૫ પહેલાં ના કર્મચારીઓને ઓલ્ડ પેન્શન નો ઠરાવ થઇ જશે એવું જણાવ્યું જ્યાં સુધી ઠરાવ ન થાય ત્યાં સુધી પ્રવર્તમાન નિયમ ના કારણે કુટુંબ પેન્શન નું ફોર્મ ભરવુ એવું એમણે જણાવ્યું
- વિધાનસભામાં આજે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ, મહામંત્રી મિતેષભાઈ ભટ્ટ, માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ રમેશભાઈ ચૌધરી, પ્રાથમિક સંવર્ગ સહ સંગઠન મંત્રી પરેશભાઈ પટેલની ઉપસ્થિતિ રહી.
Why You will Choose us!
It's important for students to learn educational information in a way that works with their unique learning style. By using educational video as part of an ongoing learning strategy, you can help your students learn more about their content areas in a fraction of the time it would take for them to watch lectures by themselves.
Educational video helps students learn at their own pace by providing them with instruction when they need it most. When you include educational video in your instructional strategy, students can focus on learning material they may not understand as well while still gaining a full understanding of the concepts in every video.
Tags:
bharti
bhikhabhai patel
bond
dr. kuberbhai dindor
Education
gujarat shikshak sangh
higher secondary
minister
miteshbhai bhatt
nps
ops
primary
ramehsbhai chudhari
secondary
shikshak sangh
TAT