વક્તવ્યની શરૂઆત તમે આ રીતે કરી શકો.
તમારા ભાષણની શરૂઆત આકર્ષક બનાવવા માટે અને સભામાં હાજર દરેકનું ધ્યાન આકર્ષિત થઈ શકે તે માટે તમે આ રીતે શરૂઆત કરી શકો. જેમ કે, મારા વહાલા ભાઈઓ અને બહેનો, મિત્રો અને મહેમાનો, આમ સ્પીચની શરૂઆત કરો.
અભિવાદન પછી તરત જ તમે ઉત્સાહી દેશભક્તિની કવિતાનું પઠન કરી શકો છો. તેમજ દેશભક્તિની શાયરી પણ બોલી શકાય છે.
દેશ કે લિએ મર મિટના કુબુલ હૈ હમે,
અખંડ ભારત કે સપને કા જૂનૂન હૈ હમે.
ત્યાર બાદ આજના ઇતિહાસ વિશે થોડુ જણાવો. જેમ કે,
15 ઓગસ્ટ એ , ભારતનો સ્વતંત્રતા દિન. આ દિવસે 1947માં, આપણો દેશ બ્રિટિશ શાસનથી મુક્તિ થયો હતો.
ભારતની આઝાદીની લડત, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને મહત્વના નેતાઓના યોગદાન વિશે વાત કરો. મહાપુરુષોના સંઘર્ષ અને બલિદાનને કરો યાદ કરો. જેમ કે,
આઝાદીની લડતમાં અનેક સેનાનીઓએ પોતાનું બલિદાન આપ્યું હતું. મહાત્મા ગાંધીનો અહિંસા સંદેશ, નેતાજી સુભાષ ચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજ, સરદાર પટેલના લોખંડ જેવા નેતૃત્વ અને ભગતસિંહની દેશ ભક્તિને કારણે આજે આપણે આઝાદીનો આનંદ માણી રહ્યા છીએ.
આ સિવાય બીજા પણ આઝાદીના ક્રાંતિકારીઓના બલીદાનની વાત કરી શકો.
રાષ્ટ્ર ધ્વજના રંગોના અર્થ વિશે પણ વાત કરી શકો.
સ્પીચને આકર્ષક બનાવવા માટે તમે ત્રિરંગાના રંગોનો અર્થ પણ કહી શકો છો. જેમ કે રાષ્ટ્ર ધ્વજમાં કેસરી રંગ ‘શક્તિ અને હિંમત’નું પ્રતીક છે, સફેદ રંગ શાંતિ અને સત્ય અને લીલો રંગ પૃથ્વીની હરિયાળી અને વૃદ્ધિનું પ્રતીક છે. અશોક ચક્રના 24 આરા પ્રગતિનો સંદેશ આપે છે. આ રીતે તમે તેમને ઉમેરી શકો છો.
આઝાદી પછી ભારતે કરેલ વિકાસ અને સિદ્ધિઓ વિશે વાત કરી શકો.
વૈજ્ઞાન, ટેકનોલોજી, આરોગ્ય, શિક્ષણ અને અર્થતંત્રના ક્ષેત્રોમાં મેળવેલાં ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કરો.
દા.ત. ચંદ્રયાન-૩ વિશે પણ વાત કરી શકો તેમજ કોરોના કાળમાં ભારત દેશમાં બનેલ કોરોના વેકસીનને પણ ભારત દેશે દુનીયાના અન્ય દેશોમાં પોહચતી કરી અને મદદ કરી હતી.
આપણી રાષ્ટ્રીય એકતા અને સામાજિક સદભાવ વિશે વાત કરી શકો.
વિવિધતામાં એકતા અને ભારતની સાંસ્કૃતિક વૈવિધ્યતાની જાળવણી માટે મૈત્રી, સહનશીલતા અને સમાનતાના મૂલ્યોને યાદ અપાવતી વાત કરો.
સંપ્રદાયિક હિંસા અને વિમુખતાને દૂર કરવા માટે દેશભક્તિ અને રાષ્ટ્રીયતાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો ઉલ્લેખ કરો.
આપણાં દેશના યુવાનો અને નવ ભારત નિર્માણ વિશે વાત કરી શકો.
ભારતના યુવાનો, તમે દેશના ભવિષ્ય છો. તમારામાં દેશને વધુ શક્તિશાળી અને સમૃદ્ધ બનાવવાની ક્ષમતા છે. તેમ જણાવી સમાજસેવા, પર્યાવરણનું સંરક્ષણ અને સમાનતાના મૂલ્યોની વાતો કરવી.
દેશના યુવાનો માટે પ્રેરણાદાયી સંદેશ આપો જેમાં તમે સ્વામી વિવેકાનંદજીની વાત કરી શકો.
ભારતના યુવાનોની ક્ષમતાઓ, નવીનતમ કાર્યોની અને સાહસની વાતોનો ઉલ્લેખ કરીને નવા ભારતના નિર્માણ માટે તેઓને માર્ગ દર્શાવતી વાત કરો.
ભારતના પર્યાવરણ અને સ્વચ્છતા વિશે વાત કરી શકો.
પર્યાવરણ સંરક્ષણ, પ્લાસ્ટિક મુક્ત ભારત, ક્લીન ઇન્ડિયા મિશન (સ્વચ્છ ભારત અભિયાન) જેવી યોજનાઓનું મહત્વ સમજાવો અને તેનાથી થતા ફાયદાઓ જણાવો.
ભારત દેશના તમામ નાગરીકોને સંદેશ પણ આપી શકો જેમાં,
દેશપ્રેમ, એકતા અને શાંતિનો સંદેશ આપો.
દરેક ભારતીયને આઝાદીનો સાચો અર્થ સમજાવવાનો પ્રયાસ કરો.
આપણી દેશ પ્રત્યેની ફરજો શું છે તે જણાવો.
હવે છેલ્લે આ રીતે સ્પીચને સમાપ્ત કરો.
ભાષણના અંતે સભામાં હાજર લોકોનો આભાર માનો. અને તમે તમારી સ્પીચને એક કવિતા બોલીને પણ સમાપ્ત કરી શકો છો.
“ના જીયો ધર્મ કે નામ પર,
ના મરો ધર્મ કે નામ પર,
ઈન્સાનિયત હી હૈ ધર્મ વતન કા,
બસ જીયો વતન કે નામ પર”
આવી રીતે સ્પીચ આપ્યા પછી લોકો તમારા વખાણ કરીને તાળીઓના ગડગડાટથી તમને વધાવી લેશે.
તમે અમારા YouTube ચેનલ પર વિડીયો જોઈ શકો છો.
અમને આશા છે કે તમને આ વિડીયો ગમશે!
આ બ્લોગ પોસ્ટ શેર કરીને તમારા મીત્રોને પણ જણાવો.