ધોરણ ૧૨ પછી UG, PG અને Ph.D કોલેજ એડમિશન માટે GCAS પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ?

ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) એ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના નિયંત્રણ નીચે આવતી સરકારી યુનિવર્સિટીઓ દ્વારા આપવામાં આવતી વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવેશની  નોંધણીપ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે શરૂ કરવામાં આવેલું એક દૂરંદેશીપૂર્ણ પોર્ટલ છે. આ પોર્ટલ રાજ્ય સરકારના કોમન એડમિશન પોર્ટલ તરીકે સેવા આપે છે, જેમાં એક જ છત્ર હેઠળ આર્ટ્સ, કૉમર્સ, સાયન્સ, રૂરલ સ્ટડીઝ અને અન્ય તમામ વિદ્યાશાખાઓનો સમાવેશ થાય છે.


પૂરો વિડિયો જોવા માટે નીચેની લીંક ઉપર ક્લિક કરો:

 જી.સી.એ.એસ. (GCAS) એ ગુજરાત રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી કૉલેજો, ગ્રાન્ટ-ઇન-એઇડ કૉલેજો અને પબ્લિક યુનિવર્સિટીઓ સાથે સંલગ્ન સેલ્ફ ફાઇનાન્સ કૉલેજો માટે વન-સ્ટોપ સોલ્યુશન છે. આ સર્વગ્રાહી પોર્ટલ પ્રવેશપ્રક્રિયાને સરળ બનાવવા માટે વ્યૂહાત્મક રીતે તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓને નોંધણી સંબંધિત સાતત્યપૂર્ણ અનુભવની સહાય મળે તે માટે તમામ જરૂરી માહિતી અને સેવાઓને એકત્રિત કરવામાં આવી છે.

માર્ગદર્શન  (સ્નાતકકક્ષાના અભ્યાસક્રમો)

ભૂમિકા : સ્નાતકકક્ષાએ સાયન્સ, આર્ટ્સ, કૉમર્સથી માંડીને રૂરલ સ્ટડીઝ અને અન્ય વિદ્યાશાખાઓના વૈવિધ્યપૂર્ણ અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2020 અનુસાર વિદ્યાર્થી એક વર્ષના પ્રમાણપત્ર અભ્યાસક્રમથી લઈને બે વર્ષના ડિપ્લોમા, ત્રણ વર્ષના ડિગ્રી અભ્યાસક્રમ અને ચાર વર્ષના રીસર્ચ અભ્યાસક્રમ સુધીના સમયગાળા માટે સ્નાતકકક્ષાના અભ્યાસક્રમની પસંદગી કરી શકે છે.

વિદ્યાર્થીઓને અનુસ્નાતકકક્ષાએ વિશિષ્ટ અભ્યાસની પસંદગી કરતાં પહેલાં તેમના પસંદ કરેલા અભ્યાસક્રમક્ષેત્રની પાયાની સમજ પૂરી પાડવા માટે શૈક્ષણિક માળખું તૈયાર કરવામાં આવ્યું છે.

શૈક્ષણિક યોગ્યતા : કોઈ પણ વિદ્યાર્થી કે જેણે કોઈ પણ બોર્ડ એટલે કે ISCE, CBSE, GSHEB અને NIOSમાંથી સફળતાપૂર્વક હાયર સેકન્ડરી એક્ઝામિનેશન (HSE) પૂર્ણ કરી હોય.

જરૂરી દસ્તાવેજો

  • ફોટોગ્રાફ્સ
  • ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાની માર્કશીટ (HSE)
  • સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ
  • પાસિંગ સર્ટિફિકેટ/ટ્રાયલ સર્ટિફિકેટ
  • માઈગ્રેશન સર્ટિફિકેટ (જો વિદ્યાર્થીએ ગુજરાત બહારથી 12મું ધોરણ પાસ કર્યું હોય તો)
  • ડોમિસાઇલ સર્ટિફિકેટ
  • કેટેગરી સર્ટિફિકેટ
  • પારિવારિક આવકનું પ્રમાણપત્ર
  • ફ્રી શિપ સર્ટિફિકેટ
  • વિકલાંગપણું ધરાવતી વ્યક્તિનું પ્રમાણપત્ર
  • ઓળખના પૂરાવા (આધાર કાર્ડ, પાન કાર્ડ)
  • 10મા ધોરણની માર્કશીટ (ઉંમરના પૂરાવા માટે)

નોંધ: ઉપર જણાવેલા દસ્તાવેજો માત્ર સક્ષમ અને અધિકૃત સત્તાધીશ દ્વારા આપવામાં આવ્યા હોય તે જ માન્ય ગણવામાં આવશે. અન્ય કોઈ દસ્તાવેજો સ્વીકાર્ય નહીં બને.




મુખ્ય લાભ :

વિદ્યાર્થીઓને ઉપલબ્ધ અભ્યાસક્રમોને લગતી માહિતી મેળવવામાં સરળતા રહેશે, તેમજ રાજ્યભરમાં તેમને જે તે અભ્યાસક્રમ સંલગ્ન કૉલેજો અને યુનિવર્સિટીઓની માહિતી મેળવવી સરળ બનશે.

જી.સી.એ.એસ.ને કારણે વિદ્યાર્થી એક જ વખત ફી ચૂકવીને કોઈ પણ યુનિવર્સિટી કે કૉલેજ ખાતેના અભ્યાસક્રમો માટે અરજી કરી શકે છે. 

રાજ્યમાં ઉપલબ્ધ વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લાગતા સમય અને પ્રયત્નોમાં નોંધપાત્ર ઘટાડો.

ગુજરાત રાજ્યની કોઈ પણ યુનિવર્સિટી કે કોઈ પણ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ અરજી કરી શકે તે માટે સમાન કે એકીકૃત સમયમર્યાદા.

ઉમેદવારોએ દરેક યુનિવર્સિટી કે કૉલેજ માટે અલગથી અરજી કરવાની રહેશે નહીં. તેઓ તેમના સંબંધિત અભ્યાસક્રમો માટે સર્વસામાન્ય પ્રવેશપ્રક્રિયા દ્વારા બહુવિધ યુનિવર્સિટીઓમાં અરજી કરી શકે છે.


Post a Comment

Previous Post Next Post

Group3

Reviews