ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત
જાહેરાત ક્રમાંક: GPRB/202324/1
ગુજરાત પોલીસ દળમાં પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) અને જેલ સિપોઇ વર્ગ-૩ સંવર્ગની નીચે મુજબની કુલ: ૧૨૪૭૨ ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફકત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવનાર છે.
Sr. No. |
Post |
No. of Posts |
1 |
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (પુરૂષ) |
316 |
2 |
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (મહિલા) |
156 |
3 |
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) |
4422 |
4 |
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) |
2178 |
5 |
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) |
2212 |
6 |
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) |
1090 |
7 |
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.)
(પુરૂષ) |
1000 |
8 |
જેલ સિપોઇ (પુરૂષ) |
1013 |
9 |
જેલ સિપોઇ (મહિલા) |
85 |
Total |
|
12472 |
- ઉપર જણાવેલ તમામ સંવર્ગની ખાલી જગ્યાઓ પૈકી અનામત વર્ગોની જગ્યાઓની વિગત https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર ભરતી અંગેની મુકવામાં આવનાર સુચનાઓમાં દર્શાવવામાં આવશે. જે જોઇ લેવાની રહેશે.
- પોલીસ ભરતી બોર્ડ ધ્વારા ભરતી અંગેની તમામ સુચનાઓ (જાહેરાત) અને ઓનલાઇન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવનાર છે. આ તમામ સુચનાઓ (જાહેરાત) કાળજીપુર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરીપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- ઉમેદવારે ઓનલાઇન અરજી કરતા પહેલા જે તે સંવર્ગની જગ્યાઓ માટે ભરતીને લગત શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા તેમજ અન્ય સૂચનાઓ ઉકત વેબસાઇટ પરથી કાળજીપૂર્વક વાંચી લેવાની રહેશે.
- ઉમેદવારોએ ઓનલાઇન અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે ભરતી બોર્ડ દ્વારા માંગવામાં આવે ત્યારે તે રજૂ કરવાની રહેશે.
- ઉમેદવારે ઉપર જણાવેલ જગ્યાઓ માટે ફકત એક જ અરજી કરવાની રહેશે અને કોઇપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂમાં અરજી પત્રક મોકલવાના રહેશે નહીં. તેમજ આવા અરજીપત્રકો સ્વીકારવામાં પણ આવશે નહીં. જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.
- આ જાહેરાત તથા ભરતી પ્રક્રિયામાં કોઈપણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો ભરતી બોર્ડને સંપૂર્ણ હકક / અધિકાર રહેશે અને ભરતી બોર્ડ આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહીં.
Job Advertisement: Click Here
Details Advertisement: Click Here
Official website: Click Here
Apply Online: Click Here