ગુજરાત સરકાર ઘણી યોજનાઓ અમલમાં મુુુુુુકે છે. ગુજરાત સરકાર દ્વારા આવી જ એક નવી યોજના જેનુ નામ છે વ્હાલી દિકરી યોજના જેના વિશે આજે આપણે આ પોસ્ટમાં સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ મને આશા છે કે આપ સૌ ને આ પોસ્ટ ગમશે.
જયારે પરિવારમાં દિકરોનો જન્મ થાય તે પરિવારને આર્થિક સહાય આપવામાં આવે છે. આ સહાય એક લાખ થી વધુની હોય છે. આ સહાય ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. આ સિવાય સમાજમાં દિકરીઓનું જન્મ પ્રમાણ વધારવું તેમજ દિકરીઓનો શિક્ષણ ડ્રોપઆઉટ રેશીયો ઘટાડવો સાથે સાથે દિકરીઓ(સ્ત્રીઓ)નું સમાજમાં સર્વાગી સશક્તિકરણ કરવું. સમાજના દષણો જેવાકે બાળ લગ્ન અટકાવવા.
યોજનામાં શું લાભ મળે ?
- દિકરીના પહેલા ધોરણમાં પ્રવેશ વખતે ₹ 4000/- ની સહાય.
- દિકરી ધોરણ-9 માં આવે ત્યારે ₹ 6000/- ની સહાય.
- દિકરી 18 વર્ષની વય વટાવે ત્યારે તેને ₹ 1,00,000/- ની સહાય.
- દિકરી પખ્ત વયની થતા ઉચ્ચ શિક્ષણ અને તેના લગ્ન પ્રસંગ માટે યોજના અંતર્ગત સહાય.
વ્હાલી દિકરી યોજનાનું અરજી પત્રક વિના મૂલ્યે ક્યાંથી મેળવવું ?
- ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં કલીક કરો.
- આંગણવાડી કેન્દ્ર
- ગ્રામ પંચાયત
- સીડીપીઓ(ICDS) કચેરી
- જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી
લાભાર્થીની પત્રતા
- તા.૦૨-૦૮-૨૦૧૯ કે ત્યાર બાદ જન્મેલ દિકરીઓને યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
- દંપતિની વધુમાં વધુ બે દિકરીઓને આ યોજનાનો લાભ મળવા ૫ાત્ર રહેશેે.
- દંપતિની પ્રથમ અને દ્વિતીય દિકરી બન્નેને લાભ મળવા પાત્ર થશે. પરંતુ દ્વિતીય દિકરી પછી દંપતિએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઇએ.
- પ્રથમ દિકરો અને બીજી દિકરી હોય તો બીજી દિકરીને સહાય મળવાપાત્ર થશે. પરંતુ દ્વિતીય દિકરી પછી દંપતિએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઇએ.
- પ્રથમ દિકરો અને બીજી બન્ને દિકરી(જોડીયા) કે તેથી વધુ એક સાથે જન્મવવાના અપવાદરૂપ કિસ્સામાં તમામ દિકરીઓને વ્હાલી દિકરી યોજના નો લાભ મળવાપાત્ર થશે. પરંતુ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઇએ.
- દિકરીના જન્મ સમયે માતાની ઉંમર 18 કે તેથી વધુ વર્ષ હોવી જોઇએ.
- લગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ની જોગવાઈઓ મુજબ પુખ્તવયે લગ્ન કરેલ હોય તેવા દંપતીની દીકરીઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
દિકરી યોજનનો લાભ મેળવવા માટે જરુરી પુરાવા.
- દીકરીના માતા-પિતાનો સંયુક્ત આવકનો દાખલો (૨,૦૦,૦૦૦ થી ઓછી આવક મર્યાદા)
- દીકરીના માતા-પિતા નો આધાર કાર્ડ
- દીકરીના માતા-પિતાનું જન્મનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મ દાખલો)
- દીકરીના માતા-પિતા નું રહેઠાણ નો પુરાવો (લાઈટબીલ/વેરાબિલ)
- દીકરી નો જન્મ દાખલો
- દીકરીના માતાનો જન્મદાખલો/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- દંપતીના જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા
- વ્હાલી દીકરી યોજનાના સંદર્ભમાં સોગંધનામું
Tags:
child
girl child scholership
girl Scholarship
gujarat scholership
gujarat yojna
Scholarship for Girls
scholership in gujarat
vahli dikri
વ્હાલી દિકરી યોજના