Police Constable Bharti Important Notification 14-12-2022 | LRD Bharti Letest Notification

 :: તા.૧૪.૧૨.૨૦૨૨ ::

તા. ૦૨.૧૧.૨૦૨૨ બાદ જાતિ પ્રમાણપત્રો માન્ય થઇ આવેલ છે તેની તારીખવાઈઝ વિગત

અ.નં.જાતિ પ્રમાણપત્ર
માન્ય થઇ આવેલ તારીખ
કેટેગીરીસંખ્યા
૦૮.૧૧.૨૦૨૨ST૬૮
SEBC
૧૧.૧૧.૨૦૨૨ST૫૭
૨૩.૧૧.૨૦૨૨ST૪૭
૨૪.૧૧.૨૦૨૨ST
૨૯.૧૧.૨૦૨૨ST
૦૩.૧૨.૨૦૨૨SEBC
૦૮.૧૨.૨૦૨૨ST
૦૯.૧૨.૨૦૨૨ST
કુલ સંખ્યા૨૦૭









:: તા.૧૧.૧૨.ર૦રર ::

જાતિ પ્રમાણપત્રો માન્ય થઇ આવેલ છે તેવા ST અને SEBC ઉમેદવારોની ૫સંદગી યાદી જાહેર કરવા બાબત.

લોકરક્ષક ભરતીની આખરી પસંદગી યાદી તા.૨૫.૧૦.૨૦૨૨, તા.૨૮.૧૦.૨૦૨૨, તા.૩૦.૧૦.૨૦૨૨ તથા તા.૦૨.૧૧.૨૦૨૨ના રોજ જાહેર કરવામાં આવેલ. જેમાં જાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી બાકી હતી તેવા પોતાની કેટેગીરીમાં પસંદગી પામતા ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવેલ ન હતું.

પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી બાકી હોવાના કારણે આખરી પસંદગી યાદીમાં સમાવેશ કરેલ નહોતો તેવા ૩૬૨ ઉમેદવારો પૈકી જે ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રની ચકાસણી/ખરાઇ થઇ આવેલ હતી તેવા કુલ ૨૦૭ ઉમેદવારોનો આખરી પસંદગી યાદીમાં સમાવેશ કરી આગળની કાર્યવાહી સારૂ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી તરફ મોકલી આપેલ હતી. પરંતુ ચૂંટણી આચારસંહિતાને ધ્યાને રાખી વેબસાઇટ ઉપર જાહેર કરેલ નથી તેવા નીચેની લીંકમાં જણાવ્યા મુજબના ઉમેદવારોનો આખરી પસંદગી યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે.

આ અંગે હવે પછીની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી દ્વારા કરવામાં આવશે.

તા.૦૨.૧૧.૨૦૨૨ બાદ આખરી પસંદગી યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં કલીક કરો...


:: તા.૦૮.૧૧.ર૦રર ::

જાતિ પ્રમાણપત્રની ચકાસણી / જીલ્લા ફાળવણી કરવા બાબત.

લોકરક્ષક ભરતીની આખરી પસંદગી યાદી તા.૨૫.૧૦.૨૦૨૨, તા.૨૮.૧૦.૨૦૨૨, તા.૩૦.૧૦.૨૦૨૨ તથા તા.૦૨.૧૧.૨૦૨૨ના રોજ જાહેર કરવામાં આવેલ. જેમાં જાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી બાકી હતી તેવા પોતાની કેટેગીરીમાં પસંદગી પામતા ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવેલ ન હતું.

જાતિના પ્રમાણપત્રની ચકાસણી/ખરાઇ થઇ આવેલ ન હોવાના કારણે બાકી રહેલ ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રો સંબંધિત વિભાગ તરફથી જેમ જેમ ચકાસણી/ખરાઇ થઇ આવશે તેમ તેમ તે ઉમેદવારોની યાદી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી, ગાંધીનગર તરફ આગળની કાર્યવાહી સારૂ મોકલી આપવામાં આવશે. હાલમાં ચાલી રહેલ ચૂંટણી આચાર સંહિતાને ધ્યાને લઇ, આ અંગેની વિગતો વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે નહીં. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.

વધુમાં ઉમેદવારોને જણાવવાનું કે, ૫રિણામ જાહેર કરી ડી.જી.પી.શ્રીની કચેરીને મોકલ્યા બાદ આગળની કાર્યવાહી તે કચેરી ઘ્વારા કરવાની થતી હોઇ તે અંગેની માહિતી બોર્ડ ઘ્વારા આપી શકાશે નહીં.


:: તા.૦૨.૧૧.ર૦રર ::

ST ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રો માન્ય થઇ આવેલ છે તેની ૫સંદગી યાદી જાહેર કરવા બાબત.

લોકરક્ષક ભરતીની આખરી પસંદગી યાદી તા.૨૫.૧૦.૨૦૨૨, તા.૨૮.૧૦.૨૦૨૨ તથા તા.૩૦.૧૦.૨૦૨૨ના રોજ જાહેર કરવામાં આવેલ. જેમાં જાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી બાકી હતી તેવા પોતાની કેટેગીરીમાં પસંદગી પામતા ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવેલ ન હતું.

જાતિના પ્રમાણપત્રની ચકાસણી/ખરાઇ થઇ આવેલ ન હોવાના કારણે બાકી રહેલ ઉમેદવારો પૈકી અનુસૂચિત જનજાતિ (ST)ના કુલ-૨૨૫ ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રો આખરી પરિણામ જાહેર થયા બાદ માન્ય થઇ આવેલ છે. જે પૈકી કુલ-૧૬૭ ઉમેદવારોનો આખરી પસંદગી યાદીમાં સમાવેશ થાય છે. આ અંગે હવે પછીની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી દ્વારા કરવામાં આવશે.

પસંદગી યાદીમાં સમાવેશ થયેલ ૧૬૭ ST ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં કલીક કરો...


:: તા.૩૦.૧૦.ર૦રર ::

આખરી પસંદગી યાદીમાં સમાવેશ કરવા બાબત

લોકરક્ષક ભરતીની આખરી પસંદગી યાદી તા.૨૫.૧૦.૨૦૨૨ના રોજ જાહેર કરવામાં આવેલ. જેમાં જાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી બાકી હતી તેવા કુલ-૬૪૯ ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવેલ ન હતું. તે પૈકી,

(૧) સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગ(SEBC)ના કુલ-૨૭ ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રો આખરી પરિણામ જાહેર થયા બાદ માન્ય થઇ આવેલ છે. જે પૈકી નીચે જણાવ્યા મુજબ કુલ-૨૪ ઉમેદવારોનો પસંદગી યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે.

(ર) અનુસૂચિત જનજાતિ (ST)ના કુલ-૨ ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રો આખરી પરિણામ જાહેર થયા બાદ માન્ય થઇ આવેલ છે. જેમનો નીચે જણાવ્યા મુજબ પસંદગી યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે.

(૩) અનામત જાતિ પૈકી SEBC, ST તથા SCના જે ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રો વેરીફાઇ/ખરાઇ થઇ આવેલ નથી પરંતુ, જનરલ તરીકે પસંદગી પામતા હોય તેવા કુલ-૧૯ ઉમેદવારોનો નીચે જણાવ્યા મુજબ પસંદગી યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે. આ ઉમેદવારોના જાતિ પ્રમાણપત્ર જે તે વિભાગ તરફથી માન્ય/અમાન્ય થઇ આવ્યેથી તેની મુળ કેટેગીરી નક્કી કરવામાં આવશે.

હવે પછીની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી દ્વારા કરવામાં આવશે.

  • પસંદગી યાદીમાં સમાવેશ થયેલ ૨૪ SEBC ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં કલીક કરો...
  • પસંદગી યાદીમાં સમાવેશ થયેલ ૨ ST ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં કલીક કરો...
  • પસંદગી યાદીમાં જનરલ તરીકે સમાવેશ થયેલ અનામત જાતિના ૧૯ ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં કલીક કરો...

Post a Comment

Previous Post Next Post

Group3

Reviews